નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા ભીષણ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. આ હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની બેઠકમાં પહેલું પગલું એ લેવાયું કે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો લેવામાં આવ્યો. ભારતના આ પગલાથી કંગાળ અને દેવાદાર હાલાતમાંથી પસાર થઈ રહેલા અને કરજમાં ગળાડૂબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012ના આંકડા મુજબ લગભગ 2.60 બિલિયન ડોલરનો વ્યાપાર થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને ભારત સાથે વ્યાપારી સંબંધોમાં મોટું નુક્સાન ભોગવવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો


આવો જાણીએ શું છે MFNનો અર્થ અને તેના તારણો
હકીકતમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ છે સૌથી વધુ પસંદગીયુક્ત દેશ. MSNનો દરજ્જો મળ્યા બાદ દરજ્જો મેળવનાર દેશને એ વાતનું આશ્વાસન રહે છે કે તેને કારોબારમાં કોઈ નુકસાન પહોંચાડાશે નહીં. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોના આધારે બિઝનેસમાં સૌથી વધુ પસંદગીયુક્ત દેશ (MFN)નો દરજ્જો આપવામાં આવે છે. ડબલ્યુટીઓ બન્યાના વર્ષ બાદ ભારતે પાકિસ્તાનને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો. પરંતુ પાકિસ્તાન તરફથી આવો કોઈ દરજ્જો ભારતને અપાયો નહતો. 


પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- 'બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી'


આ દરજ્જાથી કોઈ દેશને શું લાભ થાય છે?
આ દરજ્જો બંને દેશો વચ્ચે કારોબારમાં અપાય છે. જે હેઠળ બંને દેશો એક બીજાને આયાત અને નિકાસમાં વિશેષ છૂટ આપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય દેશ ખુલ્લા વ્યાપાર અને બજારના નિયમોમાં બંધાયેલા છે પરંતુ એમએફએનના નિયમો હેઠળ બંને દેશોને વિશેષ છૂટ અપાય છે. 


લવામા હુમલો: 'આ' આફ્રિકી દેશનું કનેક્શન સામે આવ્યું, જૈશે 30 સેકન્ડનો VIDEO જોઈને કર્યો એટેક!


ભારત-પાકિસ્તાન વચ્ચે આ વસ્તુઓનો થાય છે બહોળો કારોબાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમેન્ટ, ખાંડ, રૂ, શાકભાજી, ઓર્ગેનિક કેમિકલ, પસંદગીના ફળ, ડ્રાયફ્રૂટ્સ, મિનરલ ઓઈલ, સ્ટીલ જેવી કોમોડિટીઝ અને વસ્તુઓનો વ્યાપાર થાય છે.


આ અગાઉ પણ થઈ હતી સમીક્ષા
આ અગાઉ પણ 2016માં ઉરી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનને અપાયેલા એમએફએનના દરજ્જાની સમીક્ષા થઈ હતી. ઉરી હુમલા અગાઉ પણ એવી માગણી થતી હતી કે પાકિસ્તાન પાસેથી આ દરજ્જો છીનવી લેવામાં આવે. જો કે ભારત તરફથી તેને ચાલુ રખાયો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...